卐 "શ્રીઠાકોરજીને અર્ધભુકત ન ધરવું" 卐
એક વખત આપશ્રીની સિદ્ધાંત શિબિરનું આયોજન થયું હતું ત્યારે 'સિદ્ધાંત રહસ્ય' ગ્રંથ ઉપર ચર્ચા કરતાં, આજ્ઞા કરી કે, શ્રીઠાકોરજીને અર્ધભુકત વસ્તુ ન ધરાય. જે વસ્તુમાંથી પહેલાં આપણે ઉપયોગ કર્યો હોય અને બાકીની જે વધી હોય તે અર્ધભુકત કહેવાય. એ તો બધા વૈષ્ણવો માને છે. પણ બજારેથી આપણે કોઇ વસ્તુ ખરીદીને ધરે લાવ્યા, અને તેમાંથી પહેલાં થોડી શ્રીઠાકોરજીની સામગ્રી માટે કાઢી લઈએ, અને બાકીની ધરમાં આપી દઈએ તે પણ અર્ધભુકત કહેવાય. દા. ત. આપણે બજારમાંથી કેળા લીધા. તેમાંથી પહેલાં શ્રીઠાકોરજીની સામગ્રી માટે બે ચાર કેળા લઈ બાકીના કેળા છોકરાઓને આપી દઈએ તે પણ અર્ધભુકત જ કહેવાય. માટે તેમ ન કરતા શ્રીઠાકોરજીની સામગ્રી માટે જે વસ્તુ લેવી હોય તે અલગ જ લેવી જોઈએ.
આપશ્રીએ આ રીતે આજ્ઞા કરી ત્યારે શ્રોતાઓમાંથી એક વૈષ્ણવ ઉભા થઈ વિનંતી કરી કે કૃપાનાથ! અમો ખેડૂતો ગાય કે ભેંસને દોહીને તેમાંથી શેર-બશેર દૂધ સામગ્રી માટે કાઢી લઈએ છીએ અને બાકીનું દૂધ ધરમાં વાપરીએ તે યોગ્ય કહેવાય ?
ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે તેમ ન કરાય. પણ શ્રીઠાકોરજી માટે જેટલું દૂધ જોઈએ તેટલું પહેલા વાસણમાં દોહી લેવું. અને બાકીનું બીજા પાત્રમાં દોહીને તેનો ધરમાં ઉપયોગ કરવો.
0 comments:
Post a Comment