Agni Swarup Shree Mahaprabhuji | શ્રીમહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. ~ Blog News 24x7

Latest News, Breaking News, Latest Information

Friday, June 29, 2018

Agni Swarup Shree Mahaprabhuji | શ્રીમહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે.

આપણા શ્રીમહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. 
પાર્ટ 1

Image result for shree mahaprabhuji photos

શ્રીગુસાંઈજી પ્રભુચરણે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રીમહાપ્રભુજીનું 21મું નામ બતાવ્યું “શ્રીવૈશ્વાનરાય નમઃ” આપણા શ્રીમહાપ્રભુજી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે. શ્રીમહાપ્રભુજી પ્રભુના મુખારવિંદનો અવતાર હોવાથી આપશ્રી અલૌકિક અગ્નિ સ્વરૂપ છે.

શ્રીસર્વોત્તમ સ્તોત્રના પ્રથમ શ્લોકના બીજા ચરણમાં શ્રીગુસાંઈજી પ્રભુચરણ સમજાવે છે કે, “નિગમ પ્રતિપાદ્યમ્” એટલે કે વેદોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે એવું શ્રીમહાપ્રભુજીનું સ્વરૂપ છે. “શ્રુતિ રહસ્ય” નામના ગ્રંથ મુજબ શ્રીમહાપ્રભુજીનું અગ્નિ સ્વરૂપ વેદોમાં વર્ણવેલું છે.
આપશ્રીના અગ્નિ સ્વરૂપ હોવાના અનેક પ્રસંગો આપશ્રીના જીવન દરમ્યાન બનેલા છે.

પ્રસંગ 1 : એક વખત શ્રીમહાપ્રભુજી અડેલમાં બિરાજતા હતા ત્યારે આપશ્રીને શરદી થઈ, વારંવાર છીંકો આવવા માંડી, મનને ચેન પડે નહીં. આપશ્રીએ સેવકોને કહ્યું કે ‘મને શરદીને લીધે બેચેની જેવું લાગે છે.’ તુરત જ એક સેવક અંગીઠી (સગડી) સળગાવી લાવ્યો. કેટલાક સેવકો દોડીને વૈદ્યને ત્યાંથી ઔષધ લઈ આવ્યા, અને આપશ્રીને આપ્યું. આપશ્રીએ તે ઔષધને અંગીઠીમાં પધરાવી દીધું. સેવકોને આશ્ચર્ય થયું, કે આપશ્રીએ આમ કેમ કર્યું હશે ? આપશ્રીએ ખુલાસો કર્યો કે, ‘હું અગ્નિ સ્વરૂપ છું, તેથી મેં ઔષધ અગ્નિમાં નાખ્યું એટલે તે મેં લીધા બરાબર સમજવું, અને બન્યું પણ એમ જ, ઔષધ અગ્નિમાં પધરાવ્યા પછી આપશ્રીની શરદી મટી પણ ગઈ.

પ્રસંગ 2 : એક સમય શ્રીમહાપ્રભુજી પોઢી રહ્યા હતા, ત્યારે એક સેવક આપશ્રીના ચરણ ચાંપી રહ્યો હતો, ત્યારે તે સેવકના મનમાં શંકા થઈ કે શ્રીમહાપ્રભુજી તો અગ્નિનો અવતાર ગણાય છે, અને આપશ્રીનાં ચરણારવિંદ તો ઠંડા છે તો શ્રીમહાપ્રભુજી અગ્નિ સ્વરૂપ કેમ ગણાય, અગ્નિ તો લાહ્ય જેવો હોય. આપશ્રી સેવકની શંકાને પામી ગયા, અને તેને પોતાના અગ્નિ સ્વરૂપની ખાત્રી કરાવવા આપશ્રીએ પોતાના શ્રીઅંગમાં એવો પ્રચંડ અગ્નિ પ્રક્ટ કર્યો કે તે સેવકના બન્ને હાથ દાઝી ગયા, મોટા મોટા ફોલ્લા ઉઠયા અને તેમાં બળતરા થવા લાગી. સેવક સમજી ગયો કે મારી શંકાનું આ ફળ મને મળ્યું છે. શ્રીમહાપ્રભુજી જાગૃત થયા ત્યારે તે સેવકે શંકા કરવા માટે આપશ્રીની ક્ષમા માગી. આપશ્રી તો “શ્રીમહાકારૂણિકાય નમઃ” (સર્વોત્તમ સ્તોત્ર, 16મું નામ) કરૂણાના સાગર છે. આપે તે સેવકના બન્ને હાથ ઉપર પોતાનો કોમળ શ્રીહસ્ત ધીમે રહીને જેવો ફેરવ્યો કે તેના બધા ફોલ્લા અદ્રશ્ય થઈ ગયા.
Share:

0 comments:

Post a Comment

 
Blog News 24X7
Facebook Group · 22 members
Join Group
 

Blog Archive