શ્રી ગુંસાઈજી ના સેવક કણબી ની વાર્તા...
શ્રી ગુંસાઈજી ના સેવક આ કણબી વૈષ્ણવ ,ગુજરાત નો સંઘ જ્યારે શ્રી ગોકુલ યાત્રા એ ગયો હતો,ત્યારે તેની સાથે ગયા હતા.
તેમણે શ્રી ગુંસાઈજી ના દર્શન કર્યા અને શ્રી ગુંસાઈજી ના સેવક થયા. તેણે શ્રી ગુંસાઈજી ને વિનંતી કરી , કે કૃપા કરીને મને ગૌ સેવા સોપો...
શ્રી ગુંસાઈજી એ કણબી ને ગાયો ની સેવા મા રાખ્યા અને તે તન- મન થી ગાયો નીસેવા કરવા લાગ્યા.વનમાં જઈ ને ગાયો દરોજ ચરાવતા, નવ ડાવતા , ચારો- પાણી કરતા ,કચરો પણ સાફ કરતા,,,,
કણબી ની ગાયો ની સેવા જોઈ ને શ્રી ગોવર્ધનનાથજી ઘણા પ્રસ્સન
થયા,,કણબી ને શ્રી ગોવર્ધનનાથજી ખીરક માં દર્શન આપવા લાગ્યા,તેની સાથે ખેલવા લાગ્યા,ત્યાં છાક મંડળી કરતા ,
કણબી ને ગોપ- ગ્વાલ મંડળી માં બેસાડી ને પ્રસાદ પણ લેવડાવતા હતા. એ કણબી પ્રસાદ લેવાને જતા નહિ.દિવસ માં એકવાર શ્રી ગુંસાઈજી ના દર્શન કરવાને માટે જતા હતા.
: એક વખત શ્રી ગુંસાઈજી એ કણબી ને પૂછ્યું,.....પટેલ ,,,તમે રોજ પ્રસાદ ક્યાં લો છો કણબી એ હાથ જોડી ને કહ્યું ...શ્રીનાથજી બાવા રોજ ગોપ - ગ્વાલ ની મંડળી માં ભોજન કરવાને વનમાં પધારે છે ત્યાં તેઓ મને પ્રસાદ આપે છે ....તેથી હું પાતળ લેવાને આવતો નથી.આ જાણી ને શ્રી ગુંસાઈજી અત્યંત રાજી થયા....
તેથી તે વૈષ્ણવ કણબી ને શ્રી ગુંસાઈજી ની પાસે લઈ ગયા...
કહ્યું મહારાજ આ કણબી તો આવું કહે છે....
શ્રી ગુંસાઈજી એ આજ્ઞા કરી,,,કે એણે પ્રભુ જી ને ઘાસ માં નાચતા જોયા તેથી એણે એમ કહ્યું.
તમને રાસ માં નાચવાનો અનુભવ થયો તેથી તમે એ પ્રમાણે કહ્યું,,,આમ તમારી બંને ની વાત સાચી છે,,શ્રી ગોવર્ધનનાથજી પોતાની ઈચ્છા જેવી હોઇ તેવા દર્શન આપે....
એ કણબી શ્રીનાથજી બાવા ની સાથે સખા ભાવે રહેતા હતા.
સાર....
શ્રી ઠાકોરજી ભક્ત ને વસ હોય છે. શ્રી ઠાકોરજી ભક્તના જે મનોરથો હોય તે બધા પૂરા કરવા હંમેશા તત્પર રહે છે.ભક્ત ના ભાવ પ્રમાણે પ્રભુ જી લીલા ના દર્શન કરાવે છે.પ્રભુ ની લીલા એવી છે......
શ્રી ગોપાલદાસ જી એ ગાયું છે....
નિત્ય લીલા નિત્ય નોતમ શ્રુતિ ન પામે પાર.....
આ સત્ય છે .....
પરમ ભાગ્યશાળી ભગવદીયો ને તેનો અનુભવ થાય છે. શ્રી ગુંસાઈજીએ બાર મહિને એક લાખ સોનામહોરોનું શ્રીનાથજી નો ને ગ બાંધ્યો સેવાની સમગ્ર પ્રણાલિકા તૈયાર કરી શ્રીનાથજી ને સર્વ પ્રકારે સુખ થાય તેવો આપે પ્રબંધ કર્યો જે દિવસથી આપે આ પ્રકારે સેવાનો પ્રારંભ કર્યો તે દિવસની વાત છે શ્રી ગુંસાઈજી પોતાના સાથે બાળકો સાથે રાજભોગ પછી ભોજન કરવા બિરાજ્યા હતા આપે સખડી નો પહેલો ગ્રાસ લીધો સાંકડી માં ભાજીનું શાક આવેલું હતું પહેલા જ ગ્રાસ માં ભાજીના શાકમાં એક કઠણ તણખલુ આયુ તેથી શ્રી ગુંસાઈજીને ભારે ખેદ થયો અરે મારા પ્રભુ કેટલા શું કોમલ છે તેમની પ્રસન્નતા માટે સેવાની પ્રણાલિકા બાંધી વૈભવયુક્ત નક્કી કર્યો જરૂરી પરીચારકોનો પ્રબંધ કર્યો અમારા પરિવારની હાજરી પણ સેવામાં સતત રહે છે છતાં પણ મારાથી પ્રભુનું સુખ તો કશું બનતું નથી આજે પહેલા દિવસે મહાપ્રસાદ ના પહેલા ગ્રાસ માં આવું કઠોર તણખલું આવ્યું મારા મોં અને જીભ ને પણ તે દુઃખદ લાગ્યો તો મારા સુકુમાર સ્વામીને તો કેટલો પરિશ્રમ થયો હશે જો આ રીતે મારા પ્રભુને પરિશ્રમ જ થવાનો હોય તો મારું જીવન નિરર્થક છે આ ગ્લાનિ યુક્ત વિચારથી આપને એટલો બધો ખેદ થયો કે આપ તરત જ ભોજન કર્યા વિના ઉઠી ગયા આ જોઈને આપના સાથે બાળકો પણ ભોજન કર્યા વિના ઉઠી ગયા શ્રી ગુંસાઈજી બેઠક માં પધાર્યા સૌથી મોટા શ્રી ગિરિધરજી એ ડરતા ડરતા વિનંતી કરી કાકાજી અનાયાસે એવું શું થયું કે આ ભોજન છોડી દીધું શું અમારો કોઈ દોષ થયો છે શ્રી ગુંસાઈજી એ કહ્યું દોષ અમારો છે શ્રી નિકુંજ નાયક માટે આટલો મોટો વૈભવ વધાર્યો એ રાજશ ભાવને લઈને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન મારાથી ન થયો શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે પ્રભુની સેવા જાતે કરવી મે સેવકો પર ભરોસો રાખ્યો તેથી પ્રભુના મુખમાં ઘાસનું તણખલું તણખલુ આયુ ગોવર્ધન ભંડારમાંથી સફેદ ધોતી ઉપરણી મંગાવી ગેરુઆ રંગમાં રંગી તેમને સૂકવો સૌ બાળકો વિસ્મય પામ્યા શ્રી ગિરધરજી વિચારવા લાગ્યા કાકાજીની આજ્ઞાનું કેવી રીતે ઉલ્લંઘન કરવું તેમણે ભંડારમાંથી ધોતી ઉપરણી ગેરુઆ રંગના જાતે જ રંગવા માંડો તે રંગમાં ભીંજવેલા વસ્ત્રને છત ઉપર સૂકવવાનું કાર્ય શ્રી ગિરિધરજી કરી રહ્યા હતા ત્યારે સાક્ષાત શ્રી નવનીત પ્રિયાજી પણ ત્યાં પધાર્યા આપના નાના-નાના શ્રી હસ્તમાં સફેદ જગુલી હતી આપે પોતે તે ગેરુઆ રંગના વાસણમાં મૂકી દીધી શ્રી ગિરિધરજી ને વધારે આશ્ચર્ય થયું શ્રી નવનીત પ્રિયાજી આજ્ઞા કરી ગોવર્ધન કાકાજી ના વસ્ત્રો ની સાથે મારી આ જ જગુલી પણ સૂકવી દેજો આટલું બોલી શ્રી નવનીત પ્રિયાજી અંતર્ધ્યાન થઈ ગયા શ્રી ગિરિધરજી નવનીતપ્રિયાજીની આજ્ઞાનું પાલન કર્યું શ્રી ગિરિધરજી ને ભારે દુઃખ થયું અરે રે શું શ્રી ગુંસાઈજી અને શ્રી નવનીત પ્રિયાજી બંને અમારો ત્યાગ કરશે અમારો તો કોઈ અપરાધ નથી છતાં અમે છત્ર વિહોણા બનીશું અમે કોના આશરે જીવીશું.
આમ શ્રી ગિરધરજી ભારે ખેદ કરતાં હતા ત્યાં મુખ્યાજી રામદાસ આવ્યા અને વિનંતી કરી રાજ મેં સાંભળ્યું કે આજ આપ સૌ ભોજન કર્યા વગર ઉઠી ગયા અમારસો અપરાધ થયો તે જાણવા આવ્યો છું છત ઉપર ગેરુઆ રંગના વસ્ત્રો સુકાતા જોયા આ બધું શું છે શ્રી ગિરધરજી રામદાસ ની બધી હકીકત કહી મહારાજ આપ જરાય ઉદ્વેગ ન કરશો આ તો બધી પ્રભુની લીલા છે પ્રભુ બધું સારું કરશે માનલીલા કઈ લાંબો સમય ન હોય હમણાં મન મિલાપ થશે આપ નિશ્ચિંતરહો રામદાસજી શ્રી ગુંસાઈજી પાસે ગયા હાથ જોડી વિનંતી કરી મહારાજ શ્રી ગિરધરજી પાસેથી બનેલી હકીકત જાણી અમે જીવો તો દોષપાત્ર છીએ અમારો સ્વભાવ દ્રુષ્ટ છે તેથી તો લીલામાં અપરાધ થવાથી પૃથ્વી ઉપર ફળ ભોગવતાં હતા શ્રીમહાપ્રભુજીએ અને આપે અમારા ઉપર કૃપા કરી અમ જીવોને શરણે લીધા અમને સેવા સોંપી આ મારો હાથ પકડ્યો છે સેવા સ્નેહ નો વિષય છે આજે આ મારું અપરાધી પ્રભુને અને આપને પરિશ્રમ થયો છે અમે સેવામાં વધારે તત્પર રહેશે આપ અમને ક્ષમા કરો મહારાજ જો આપની ઇચ્છા સંન્યાસ જ લેવાની હોય તો આવતીકાલથી આપ મારી જગાએ બીજા સેવક નો પ્રબંધ કરી લેજો આપના વિના અમારાથી સેવા થશે નહીં આપના વડે અમારું જીવન ટકી રહ્યું છે આટલું કહેતાં કહેતાં રામદાસજી રડી પડ્યા રામદાસ ની આ વ્યથા જોઈ શ્રી ગુસાઇજી દ્રવિત થઈ ગયા ત્યાં શ્રી ગિરધરજી પર પધાર્યા તેમણે શ્રી નવનીત પ્રિયાજીનાં પણ સવિસ્તાર કહી આ બન્ને પ્રસંગો ને લીધે શ્રી ગુંસાઈજીએ સન્યાસ લેવા ના વિચારનો ત્યાગ કર્યો અને આજ્ઞા કરી કે શ્રીનાથજી તો કરુણાનિધાન છે આ માર પ્રભુના સુખનો માર્ગ છે ભોગ વૈભવ ના બાહ્ય પ્રદર્શનો માર્ગ નથી તેથી તમે સૌ આજથી શ્રીનાથજી ની સેવામાં વધારે તત્પર રહેજો પ્રભુને પરિશ્રમ ન થાય તે ખાસ જોજો.
શ્રી વલ્લભાધીશ કી જય
0 comments:
Post a Comment