અહોભાગ્ય સમજતા પહેલા ભાગ્ય ,સુભાગ્ય વિશે જાણી લઇએ.

ભાગ્ય:
આપણો વૈષ્ણવને ત્યાં જન્મ થયો એ જ આપણું ભાગ્ય છે. કારણકે તેના માટે પણ કેટલા જન્મોની રાહ જોવી પડે છે. ત્યારે આપણને જન્મ મલે છે.
સુભાગ્ય:
વૈષ્ણવ કુટુંબમાં આપણો જન્મ તો થયો પણ જ્યારે આપણું બ્રહ્મસંબંધ થાય ત્યારે આપણું સુભાગ્ય છે. આ સુભાગ્ય શ્રી યમુનાજી ની દેન છે. ડોર કરી સોર કરી જાય પિયા સે કહે. જ્યારે જીવમાં ભક્તિ નું બીજનું અંકુર ફૂટે ત્યારે શ્રી યમુનાજી પ્રભુ ને કહે છે કે આ જીવ ને આપ હવે શરણે લો. આમ ભાગ્ય ,સુભાગ્ય શ્રી યમુનેજી દે.
અહોભાગ્ય:
જીવ નો વૈષ્ણવ કુટુંબમાં જન્મ થયો પછી બ્રહ્મસંબંધ થયું. પણ સ્વરૂપ પધરાવી સેવા ન કરે તો શું થાય?કઇ નહીં. બસ બ્રહ્મસંબંધ થઇ ગયુ વૈષ્ણવ બની ગયા એટલા માટે જીવ હરખાતા કરે. આપશ્રી ને તો કઇ પુછતો જ નથી.
જ્યારે 84/252 ભગવદીયો તો તરત પૂછતા કે જે હવે મારૂં કર્તવ્ય શુ?
ત્યારે આપ શ્રી કહેતા કે "સ્વરૂપ પધરાવી સેવા કરો."
જ્યારે આપણે પણ સેવ્ય સ્વરૂપ પધરાવી સેવા કરીયે અથવા આપણા ઘરે બિરાજતુ સેવ્ય સ્વરૂપની સેવા માં સહાયક થઇએ એ જ આપણું અહોભાગ્ય.
કારણકે સેવા માં જઇએ એટલે આપણને પ્રભુ ના અંગનો સ્પર્શ કરવાનો મલે. પ્રભુ ને શૃંગાર કરવાનું મલે. સ્નાન કરવી શકીયે. આપણી ગોદીમા બેસાડી શકીએ.પ્રભુ ના ચરણારવિંદ ને સ્પર્શી શકીયે.આનાથી વિશેષ બીજું શું જોઈએ આ જીવ ને.
કેટલાં વરસોથી છૂટો પડેલ જીવ પ્રભુ સન્મુખ થાય ને પ્રભુ ને લાડ લડાવે ને પ્રભુ ના સુખ નો જ વિચાર કરે એ જ આપણું અહોભાગ્ય.
અહી મને એક પ્રસંગ યાદ આવે છે કે,વસંતના દિવસો ચાલતા હતા ત્યારે એક ધોબી પ્રભુના વસ્ત્રો કોમલ હાથ થી ધોતો હતો ત્યાં થી શ્રી ગુસાઇજી એ પસાર થવાનું થયું તો એ ધોબી ને કહ્યુ કે આ રીતે વસ્ત્રો ધોઇ છે. ત્યારે ધોબી એ કહ્યુ કે જે મહારાજ મને ક્યાં પ્રભુના અંગ ને સ્પર્શ કરવાનો મરશે એટલે હું આ વસ્ત્રોને જ પ્રભુ નું અંગ માની ને કોમલ હાથે ધોવ છુ.
આ પ્રસંગ જ કહી આપે છે કે આપણે કેટલા અહોભાગ્ય વાલા છે કે આપણ પ્રભુનો સ્પર્શ કરી શકીયે છીએ.
મહાભાગ્ય:
જ્યારે પ્રભુ એ શરદ ની રાત્રે વેણુ નાદ કરી ને ગોપીઓ ને બોલાવી ત્યારે મહાભાગા થી સંબોધન કર્યું. કારણકે અહી પ્રભુ સામે થી લીલાનો આનંદ આપવાના હતા. જ્યારે પ્રભુ સામેથી કાઇ આપે તો એ જીવ સાધારણ ના કહેવાય અને જીવનું સામર્થ્ય હોય તો જ આપે. તેથી એમને મહાભાગા તરીકે સંબોધી છે. આપણે અહોભાગ્ય થી મહા ભાગ્ય તરફ પ્રયાણ કરવાનું છે.
અભાગ્ય:
અભાગ્ય જીવ કોને કહેવાય કે જે જીવનો વૈષ્ણવ કુટુંબમાં જન્મ તો થયો પણ બ્રહ્મસંબંધ ના લીધું હોય.કે બ્રહ્મસંબંધ લીધું હોય પણ સેવા ન પોહચતા હોય એ જીવ નુ અભાગ્ય છે.
બ્રહ્મસંબંધ લીધું એટલે જીવ નુ કર્તવ્ય છે કે સેવ્ય સ્વરૂપ પધરાવી ને એમની સેવા કરવી. જો જીવ એ ના કરી શકે તો એ અભાગ્ય નહી તો શું કહેવાય?
0 comments:
Post a Comment