રાજસ્થાન / રસ્તા પર ભીખ માગતાં 450 બાળકો માટે પોલીસ ધરમવીરે ‘અપની પાઠશાલા’ સ્કૂલ ખોલી ~ Blog News 24x7

Latest News, Breaking News, Latest Information

Saturday, November 2, 2019

રાજસ્થાન / રસ્તા પર ભીખ માગતાં 450 બાળકો માટે પોલીસ ધરમવીરે ‘અપની પાઠશાલા’ સ્કૂલ ખોલી

રાજસ્થાન / રસ્તા પર ભીખ માગતાં 

450 બાળકો માટે પોલીસ ધરમવીરે 

‘અપની પાઠશાલા’ સ્કૂલ ખોલી


Rajasthan cop built a school to educate 450 children who used to beg on streets
  • ધરમવીરને દર મહિને આ બાળકોનો દોઢ લાખ રૂપિયા ખર્ચો આવે છે
  • તેને સરકારે હજુ સુધી કોઈ મદદ કરી નથી
  • મજૂરીકામ કરતા માતા-પિતાના બાળકો પણ આ સ્કૂલમાં ભણે છે

Divyabhaskar.Com

Nov 02, 2019, 11:16 AM IST
યૂથ ઝોન ડેસ્ક: 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ રસ્તા પર બેઘર અને ભીખ માગીને ગુજરાન ચલાવતા 
બાળકોને મફત શિક્ષણ આપે છે. આ વાત થોડાં સમય પહેલાં મીડિયાના ધ્યાનમાં 
આવી હતી. રાજસ્થાનમાં પણ એક પોલીસ ચુરુ જિલ્લાનો હીરો બની ગયો છે. ધરમવીર 
જખર મહિલા પોલીસ સ્ટેશનની નજીક ભીખ માગતા બાળકો માટે ‘અપની પાઠશાલા’ ચલાવે છે.

સ્કૂલ પાછળનો ઉદ્દેશ 
ધરમવીરે આ સારા કામની શરૂઆત 1 જાન્યુઆરી, 2016થી કરી હતી. તેની આ સ્કૂલ
બનાવવા પાછળનો એક જ ઉદ્દેશ છે કે, તેઓ બેઘર બાળકોના હાથમાં ભીખનો કટોરો
નહીં ઓન પેન્સિલ પકડેલી જોવે.
ધરમવીરે અનાથ બાળકોને ભણાવવાનું નક્કી કર્યું
ધરમવીરે કહ્યું કે, હું જ્યાં ફરજ બજાવું છું તે પોલીસ સ્ટેશનમાં રોજ અમુક બાળકો
ભીખ માગવા આવતા હતા. મેં તેમને ભીખ માગવાને બદલે ભણવાનું કહ્યું, તો
તેઓએ કહ્યું કે અમારા માતા-પિતા નથી. અમે ગુજરાન ચલાવવા રૂપિયા માગીએ
છીએ. પહેલાં તો મને આ વાત સાચી ન લાગી પછી જ્યારે મેં તે લોકો રહે છે તે
ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તપાસ કરી તો મને ખબર પડી કે આ વાત સાચી છે. મને
ઘણું દુઃખ થયું. બસ તે દિવસથી મેં તેમને ભણાવવાની ગાંઠ મનમાં વાળી લીધી,
મારી સાથે અન્ય બે મહિલા કોન્સ્ટેબલ પણ સ્કૂલમાં બાળકોને ભણાવે છે. આજે
અપની પાઠશાલામાં કુલ 450 વિદ્યાર્થીઓ ભણે છે.
જેમના માતા-પિતા મજૂરીકામ કરે છે, 
તેમના છોકરાઓને પણ ભણાવે છે
ચાર વર્ષની મહેનતને લીધે 200 વિદ્યાર્થીઓનું અમે સરકારી સ્કૂલમાં એડમિશન
કરાવ્યું છે. અમે તે લોકો સાથે સંપર્ક રાખીએ છીએ અને તેમને કોઈ તકલીફ ન પડે
તેનું પણ ધ્યાન રાખીએ છીએ.વધુમાં ધરમવીરે કહ્યું કે, અહીં અન્ય પણ ઘણા એવા
લોકો છે જેઓ ઉત્તર પ્રદેશ અને બિહારથી મજૂરીકામ કરવા માટે આવે છે, તેમના
બાળકોને પણ અમે ભણાવીએ છીએ.
સરકારે કોઈ મદદ કરી નથી
ધરમવીરે જે બેઘર અને ભીખ માગતા બાળકોને ભણાવવાનું બીડું ઉપાડ્યું છે,
તે દેશના દરેક લોકોને પ્રેરણા આપે છે. તેની એક ફરિયાદ પણ છે, આ બાળકને
ભણાવવામાં તેને મહિનાનો દોઢ લાખ રૂપિયા ખર્ચ આવે છે. આ ખર્ચમાં રાજ્ય
સરકાર તેને કોઈ મદદ કરતી નથી. ધરમવીરને સરકાર તો નહીં, પણ સોશિયલ
મીડિયા પર લોકો રૂપિયા ડોનેટ કરે છે.
ભવિષ્યનો પ્લાન
ધરમવીરનું માનવું છે કે,આ આ દુનિયામાં કોઈ પણ વાત અશક્ય નથી. પોલીસ,
સોસાયટી અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની મદદથી આપણે દેશના દરેક બાળકો
સુધી શિક્ષા પહોંચાડી શકીએ. આ બાળકો માટે સ્પેશિયલ સ્કૂલ હોવી જોઈએ.
આજે મારી સ્કૂલમાં 450 બાળકો ભણે છે, ભવિષ્યમાં પણ હું બીજા પણ અન્ય
બેઘર બાળકોને શિક્ષાથી વંચિત નહીં રાખું.
Share:

0 comments:

Post a Comment

 
Blog News 24X7
Facebook Group · 22 members
Join Group