ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો માંડી વાળજો, ગોવા સરકારે લીધો એટલો મોટો નિર્ણય કે… ~ Blog News 24x7

Latest News, Breaking News, Latest Information

Friday, November 15, 2019

ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો માંડી વાળજો, ગોવા સરકારે લીધો એટલો મોટો નિર્ણય કે…

ગોવા ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો માંડી વાળજો, ગોવા સરકારે લીધો એટલો મોટો નિર્ણય કે…

રાજ્યમાં લોકો જેવું વેકેશન પડે કે દીવ કે ગોવા કે માઉન્ટ આબુ દારૂ પીવા માટે જતા રહેતા હોય છે. પરંતુ ગોવા દારૂ પીવા જતા લોકો માટે સૌથી મોટા આંચકાજનક સમાચાર છે. ગોવામાં પ્રવાસીઓ ખુલ્લામાં દારૂ ઢીંચીને છાકટા બનતા હોવાથી રાજય સરકારે પ્રવાસી વ્યાપાર કાયદામાં મોટા ફેરફાર કર્યો છે. જેથી હવે ગોવામાં ખુલ્લેઆમ દારૂ પીતા શોખીનો જોવા મળશે નહીં.
હંમેશાં માટે દારૂના શોખીનો માટે ગોવા, દીવ-દમણ અને આબુ એમ 3 ફેવરિટ સ્થળો છે. ગોવા ખર્ચો વધુ થતો હોવાથી લોકો આબુ અને દીવ પસંદ કરતા હોય છે. હવે ડિસેમ્બર મહિનો નજીક છે, ત્યારે ગુજરાતીઓ ડિસેમ્બરમાં મન મૂકીને દારૂ પીવા માટે ગોવા જાય છે. ગોવાએ રમણિય પ્રદેશ છે. જ્યાં સરકાર દ્વારા અપાતી છૂટોને પગલે ગોવામાં પ્રવાસીઓના ધાડેધાડા ઉમટે છે. ગોવાએ દરિયાઈ બીચોને પગલે ફેમસ છે. જ્યાં બીચ પર લોકો મનમૂકીને દારૂની પાર્ટીઓ કરતા હોય છે.

હવે એ શક્ય નહીં બની શકે કારણ કે સરકાર હવે એક નવો કાયદો લાવવા જઈ રહી છે. જો અમલમાં મૂકાયો તો તમે ગોવામાં બીચ પર કે ખુલ્લામાં દારૂ નહીં પી શકો. જો દારૂ પીતાં પકડાયા તો પોલીસ તમને 2 હજારથી 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે.
ગોવાના એક જાણીતા બીચ પર હવેથી ખુલ્લામાં દારૂ પી શકાશે નહીં. હાલમાં મોરઝિમ બીચ પર દારૂ પીધેલા બે પર્યટકો ડૂબી જવાના કારણે ગોવા સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લીધો છે કે હવે કોઇ પણ ટૂરિસ્ટ બીચ પર દારૂ પી શકશે નહીં. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાંવતે જણાવ્યું કે, બીચ પર વધારાની પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે, જેથી લોકો દારૂ પીને સ્વિમિંગ ના કરે.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ગોવા કેબિનેટે એક કાયદો પાસ કરતા સાર્વજનિક જગ્યાઓ પર દારૂ પીવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ કાયદાના કારણે ગોવાના બીચ અને અન્ય પર્યટન સ્થળો પર ખુલ્લામાં દારૂ પીવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ કાયદાનું ઉલ્લંઘન કરવા પર હવે 2,000 રૂપિયાનો દંડ થઇ શકે છે. આ સિવાય ત્રણ મહિનાની જેલ પણ થઇ શકે છે. એટલું જ નહીં, સાર્વજનિક સ્થળો પર કાચની બોતલ ફોડવી પણ ગુનો માનવામાં આવશે. જો આ ગુનો એકથી વધારે લોકો દ્વારા કરવામાં આવશે તો આખા ગ્રુપ પર 10 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
આટલું જ નહીં નિયમોનું ઉલ્લંઘન બદલ વધુ આકરા પગલાં રૂપે જેલની પણ સજા થઈ શકે છે. ગોવાના પ્રવાસન મંત્રી મનોહર અજર્ગાવકરના નિવેદન મુજબ, ગોવામાં ખુલ્લામાં દારૂનું સેવન કરનારા તેમજ કૂકિંગ કરનારને રૂ. 2,000થી 10,000 હજારનો દંડ ફટકારાશે.
સરકારના આ નિયમોને પગલે પ્રવાસીઓમાં ઘટાડો થવાની સંભાવના છે. જેને પગલે સ્થાનિકમાં વિરોધ ઉઠે તેવી પૂરી સંભાવના છે. સરકાર પ્રવાસીઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે આ નિયમોમાં ફેરફાર કરવા માગે છે. જેને પગલે ગોવામાં આવતા દરેક પ્રવાસીની સુરક્ષા વ્યવસ્થા ન જોખમાય. હાલમાં ગોવામાં ભાજપ સરકાર છે. જે આગામી બેઠકમાં આ નિર્ણય લે તેવી પૂરી સંભાવના છે.
Source : SANDESH NEWS
Share:

0 comments:

Post a Comment

 
Blog News 24X7
Facebook Group · 22 members
Join Group