Now go Bindast હવે બિન્દાસ્ત દોડો, મોદી સરકારે વાહનચાલકોને અાપી મોટી ભેટ : પોલીસની મનમાની ઘટશે ~ Blog News 24x7

Latest News, Breaking News, Latest Information

Saturday, August 11, 2018

Now go Bindast હવે બિન્દાસ્ત દોડો, મોદી સરકારે વાહનચાલકોને અાપી મોટી ભેટ : પોલીસની મનમાની ઘટશે

હવે બિન્દાસ્ત દોડો, મોદી સરકારે વાહનચાલકોને અાપી મોટી ભેટ : પોલીસની મનમાની ઘટશે
Image result for TRAFFIC POLICE

અાપ ખાનગી વાન દ્વારા યાત્રા કરી રહ્યા છો તો મોદી સરકારે અાપી છે મોટી ભેટ. અાજથી તમે તમારી પાસે લાયસન્સ કે વાહન રજિસ્ટ્રેશનના કાગળ રાખવાની જરૂર નથી. હવે કાગળને બદલે પોતાના મોબાઇલ પર લાયસન્સ અને કાગળ દેખાડી શકો છે. જોકે, અા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા ડિજિ લોકર અથવા પરિવહન મંત્રાલયના પ્લેટફોર્મ પર પોતાની વિગતો મૂકવાની રહેશે. કેન્દ્રઅે ગુરુવારે તમામ રાજ્યોને અાદેશ કર્યા છે કે, ઇલેક્ટ્રોનિક ફોર્મમાં લાયસન્સ , રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર અથવા અન્ય દસ્તાવેજોને હવે માન્ય ગણાશે.

કઈ રીતે કરી અોનલાઇન નોંધણી કરશો

સરકારે અા માટે અેક વેબસાઈટ digilocker.gov.in બનાવી છે.

અા વેબસાઈટ પર જઈને તમે અેપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાનું અેકાઉન્ટ ખોલી શકો છે. જેમાં તમારો મોબાઈલ નંબર અેડ કરતાં અેક વાર અોટીપી નંબર અાવશે . જે નંબરના અાધારે અાપ પોતાનું અેકાઉન્ટનું રજિસ્ટ્રેશન કરી શકશો. જેમાં યૂઝર નેમ અને પાસવર્ડ નાખી પોતાનું અેકાઉન્ટ બનાવી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છે. ડિજિલોકરમા અન્ય સેવાઅો માટે અાપ અાપનો અાધાર નંબર પણ અેડ કરી શકો છો.
 
કેટલાક રાજ્યોના સ્ટેટ ટ્રાન્સપોર્ટ સત્તાવાળાઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવિંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટીફીકેટનું ડિજિટલ વર્ઝન સ્વીકાર્ય કરવામાં આવતું નથી એવી મળેલી ફરીયાદો બાદ કેન્દ્ર સરકાર હવે મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરી વાહનોના તમામ દસ્તાવેજોનું ડિજિટલ વર્ઝન સ્વીકાર્ય બને તેવા અાદેશો બહાર પાડી દીધા છે. છે. જે દસ્તાવેજોનું ડિઝિટલ વર્ઝન સ્વીકાર્ય રહેશે. તેમાં પીયુસી સર્ટીફિકેટ અને વિમાના કાગળોનો પણ સમાવેશ થશે.

હવે ટ્રાફિક પોલિસ રોકે તો લાયસન્સની ડિઝિટલ કોપી પણ માન્ય રહેશે. ખિસ્સામાં લાયસન્સની અોરિજનલ કોપી લઇને ફરવાની જરૂરિયાત નથી. અત્યારસુધી અા કોપીને પોલીસ કર્મચારીઅો વેલિડ ગણતા ન હતા. હવે અા કોપી વેલિડ ગણાશે. લોકો સાથે બેગ કે ખિસ્સામાં રાખીને ફરવામાં ખોવાઇ જવાનો ડર અનુભવી રહ્યાં હતા. હવે ડિજિટલ કોપી માન્ય ઠરતાં સાથે લઇને જવાની જરૂર નથી. સરકાર અા અંગે બે દિવસમાં જ કાર્યવાહી કરે તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર ટ્રાફિક પોલીસની મનમાનીને પગલે અા નિર્ણયો લઇ રહી છે.

Share:

0 comments:

Post a Comment

 
Blog News 24X7
Facebook Group · 22 members
Join Group