July 2018 ~ Blog News 24x7

Latest News, Breaking News, Latest Information

Wednesday, July 4, 2018

Tulsidasji shree jagannathji ke darshan gaye

एक बार तुलसीदास जी महाराज को किसी ने बताया की जगन्नाथ जी मैं तो साक्षात भगवान ही दर्शन देते हैं बस फिर क्या था सुनकर तुलसीदास जी महाराज तो बहुत ही प्रसन्न हुए और अपने इष्टदेव का दर्शन करने श्रीजगन्नाथपुरी को चल दिए।

Image result for jagannath

महीनों की कठिन और थका देने वाली यात्रा के उपरांत जब वह जगन्नाथ पुरी पहुंचे तो मंदिर में भक्तों की भीड़ देख कर प्रसन्नमन से अंदर प्रविष्ट हुए।

जगन्नाथ जी का दर्शन करते ही उन्हें बड़ा धक्का सा लगा वह निराश हो गये। और विचार किया कि यह हस्तपादविहीन देव हमारे जगत में सबसे सुंदर नेत्रों को सुख देने वाले मेरे इष्ट श्री राम नहीं हो सकते।

इस प्रकार दुखी मन से बाहर निकल कर दूर एक वृक्ष के तले बैठ गये। सोचा कि इतनी दूर आना ब्यर्थ हुआ। क्या गोलाकार नेत्रों वाला हस्तपादविहीन दारुदेव मेरा राम हो सकता है? कदापि नहीं।

रात्रि हो गयी, थके-माँदे, भूखे-प्यासे तुलसी का अंग टूट रहा था।
अचानक एक आहट हुई। वे ध्यान से सुनने लगे। अरे बाबा ! तुलसीदास कौन है.? एक बालक हाथों में थाली लिए पुकार रहा था।

आपने सोचा साथ आए लोगों में से शायद किसी ने पुजारियों को बता दिया होगा कि तुलसीदास जी भी दर्शन करने को आए हैं, इसलिये उन्होने प्रसाद भेज दिया होगा आप उठते हुए बोले - 'हाँ भाई ! मैं ही हूँ तुलसीदास.।'

बालक ने कहा, 'अरे ! आप यहाँ हैं। मैं बड़ी देर से आपको खोज रहा हूँ।'
बालक ने कहा -'लीजिए, जगन्नाथ जी ने आपके लिए प्रसाद भेजा है।'

तुलसीदास बोले -- भैया कृपा करके इसे बापस ले जायें। बालक ने कहा, आश्चर्य की बात है, "जगन्नाथ का भात-जगत पसारे हाथ" और वह भी स्वयं महाप्रभु ने भेजा और आप अस्वीकार कर रहे हैं। कारण.?

तुलसीदास बोले, 'अरे भाई ! मैं बिना अपने इष्ट को भोग लगाये कुछ ग्रहण नहीं करता। फिर यह जगन्नाथ का जूठा प्रसाद जिसे मैं अपने इष्ट को समर्पित न कर सकूँ, यह मेरे किस काम का.?' बालक ने मुस्कराते हुए कहा अरे, बाबा ! आपके इष्ट ने ही तो भेजा है।

तुलसीदास बोले - यह हस्तपादविहीन दारुमूर्ति मेरा इष्ट नहीं हो सकता।

बालक ने कहा कि फिर आपने अपने श्रीरामचरितमानस में यह किस रूप का वर्णन किया है --

"बिनु पद चलइ सुनइ बिनु काना।
कर बिनु कर्म करइ बिधि नाना॥
आनन रहित सकल रस भोगी।
बिनु बानी बकता बड़ जोगी॥"

अब तुलसीदास की भाव-भंगिमा देखने लायक थी। नेत्रों में अश्रु-बिन्दु, मुख से शब्द नहीं निकल रहे थे। थाल रखकर बालक यह कहकर अदृश्य हो गया कि मैं ही तुम्हारा राम हूँ। मेरे मंदिर के चारों द्वारों पर हनुमान का पहरा है। विभीषण नित्य मेरे दर्शन को आता है। कल प्रातः तुम भी आकर दर्शन कर लेना।

तुलसीदास जी की स्थिति ऐसी की रोमावली रोमांचित थी, नेत्रों से अस्त्र अविरल बह रहे थे, और शरीर की कोई सुध ही नहीं उन्होंने बड़े ही प्रेम से प्रसाद ग्रहण किया।

प्रातः मंदिर में जब तुलसीदास जी महाराज दर्शन करने के लिए गए तब उन्हें जगन्नाथ, बलभद्र और सुभद्रा के स्थान पर श्री राम, लक्ष्मण एवं जानकी के भव्य दर्शन हुए। भगवान ने भक्त की इच्छा पूरी की।

जिस स्थान पर तुलसीदास जी ने रात्रि व्यतीत की थी, वह स्थान 'तुलसी चौरा' नाम से विख्यात हुआ। वहाँ पर तुलसीदास जी की पीठ 'बड़छता मठ' के रूप में प्रतिष्ठित है।

जय श्रीजगन्नाथ..
Share:

Monday, July 2, 2018

Dixa ma Guru Kanthi kem Paherave Che ? | ‘દીક્ષા’માં ગુરૂ કંઠી કેમ પહેરાવે છે?

‘દીક્ષા’માં ગુરૂ કંઠી કેમ પહેરાવે છે?

Image result for guru shishya

ગુરૂ દ્વારા પહેરાવવામાં આવતી ‘કંઠી’માં પ્રભુનો આવિર્ભાવ થાય જ !

શરીરના પોષણ માટે અન્નની જરૂર છે તેમ આત્માના પોષણ માટે ધર્મ-કર્મ અને શ્રદ્ધાની જરૂર છે. ભારતમાં દેવતાઓના અનેક સ્વરૂપો છે. માન્યતા મુજબ બત્રીસ કરોડ દેવતાઓ છે.

બધાના જુદા જુદા ચાહકો ભક્તો છે. પ્રત્યેક દેવને પોતાનું વાહન અને અમુક વસ્તુઓ વહાલી છે.

ગણપતિને ઉંદર વહાલો છે. ગરૂડ વિષ્ણુને વહાલુ છે. ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ વહાલું છે. શ્રીજીબાવાને વૈષ્ણવ ભક્તો વહાલા છે. એટલે તો....

આવો વૈષ્ણવો ! કહી ‘હસ્ત’ને ઉચો રાખે છે. શ્રીજી બાવાને તિલક કરેલો વૈષ્ણવ ખુબ ગમે છે.

પ્રભુને ઠાકોરજીને ભક્ત વહાલો છે તેમાંય તિલક અને કંઠી પહેરીને હવેલીમાં આવે તો પ્રભુ રાજી રાજી થાય છે. પ્રભુને કંઠી પહેરેલો વૈષ્ણવ તીલક ખુબ જ ગમે. તીલક એ વૈષ્ણવી અને વૈષ્ણવતાનું પ્રતિક છે.

માળા એ પુષ્ટિમાર્ગમાં સેવાનું પ્રતિક અને એક ભક્તિનું અંગ માનવામાં આવે છે. માળા સમજપૂર્વક કરવામાં આવે તો મોક્ષની સીડી બની શકે છે.

જેમ માળા ના ૧૦૮ મણકા પ્રભુના દ્વારા ખોલી દે તેમ ‘કંઠી’ એ સાક્ષાત્‌ પ્રભુનું સ્વરૂપ છે.

મહામુલો દેહ મળ્યો છે તેને અલંકારથી ભલે શણગારીએ પણ ‘કંઠી’ તો ગળામાં જરૂર અંગીકાર કરીએ. જન્મ જન્માંતર ના દેહને પ્રભુની પ્રિય એવી કંઠી થી શણગારીએ એ દેહની શોભા છે.

આ દેહ ઠાકોરજીનો છે. ભગવદ્‌ અર્પિત છે તેના પ્રતિક રૂપે કંઠી પહેરીએ. ઠાકોરજીની બીજી મૂર્તિ એટલે જ કંઠી.

સવારના નિત્ય જાગતાં કોઈ છબી ઠાકોરજીની ન મળે અને કંઠી ના દર્શન કરી લઈએ તો ઠાકોરજીનાં દર્શન કર્યાં ગણાય. કંઠી ભગવદ્‌ ભક્તિ શરણનું પ્રતિક છે.

કંઠી એ અલંકાર નથી તુલસી પ્રભુને પ્રિય છે. તેમને તુલસી પત્ર વિના ચાલે નહિ.

સત્યનારાયણના પ્રસાદમાં તુલસીપત્ર ન હોય તો પ્રસાદ અઘુરાં બને. તુલસીપત્ર દેહ ઉપર ન મૂકાય એટલે આપણને તુલસીજીની કંઠી ગળામાં આપી ભગવાને દેહને પવિત્રતા આપી છે. દેહને શણગાર્યો છે. તુલસીની કંઠી ભક્તિનું પ્રતિક છે. ભગવત દેહનું પ્રતિક છે.

પ્રભુ ! આપની યાદ તાજી રહે કંઠી થકી ન કંઈ ખરાબ કૃત્ય થાય કંઠી થકી. કંઠી પહેરેલો માણસ ખરાબ કામ કરતાં અચકાશે.

વારંવાર ગળામાં ખુંચતી કંઈક ઠાકોરજીનું સ્મરણ કરાવશે. તુલસીની કંઠી ગુરૂ બ્રહ્મસંબંધ દીક્ષા આપે ત્યારે પહેરાવે છે.

ઠાકોરજીની સાક્ષીએ તે બ્રહ્મસંબંધ આપી બોલે છે મેં ઠાકોરજી સાથે હવે તારો સંબંધ બાંઘ્યો છે તું ઠાકોરજીનો થયો હવે તું વૈષ્ણવ બનજે. સેવા કરજે.

તુલસીની કંઠીનું જતન કરવું એ વૈષ્ણવનું કર્તવ્ય છે. વૈષ્ણવોને ઠાકોરજીએ જેટલી જ કંઠી વહાલી છે.

કંઠી એ પ્રભુના ચરણારવંિદની ભક્તિ કરાવે છે. ગોકુલનાથજીએ તો માલા તિલકના રક્ષણહાર તરીકે મોગલ સામ્રાજ્યમાં કામ કર્યું છે. તુલસીની કંઠી પહેર્યા વિના જે સેવા કરે તેની સેવા પ્રભુ માન્ય રાખતા નથી. તુલસી ભગવદીય છે.

દ્વારકામાં દ્વારકાધિશ પ્રભુને કરોડોના હાર શૃંગારરૂપે પહેરાવવામાં આવે છે પણ આ બધા રત્ન જડિત હાર ઉપર તુલસીજીની કંઠી રાખવામાં આવે છે.

તુલસીજીના વિવાહ પ્રભુ સાથે આથી જ થાય છે.

તુલસીદળ વિના પ્રભુ છપ્પનભોગ આરોગતા નથી. ‘ગુરૂ’ આગળ તુલસીની કંઠી પહેર્યા વિના જવાથી આશીર્વાદ સફળ ન પણ થાય.

કંઠી પહેરી કોઈ ઓફીસમાં જઈએ તો આ ભગવદીય છે તે જુઠું કાર્ય કરે નહીં તેવું માનવી કાર્ય થઈ જાય. ‘કંઠી’ના પ્રત્યેક ધર્મનો અલગ અલગ નિયમો અને રંગ હોય છે.

તેના અનેક પ્રકાર ભલે હોય પણ ધર્મનું શરણ આ કંઠી આપે જ છે.

કંઠીમાં આવતી બે શેર યુગલ સ્વરૂપોને શરણે જવાનો નિર્દેષ કરે છે. તુલસીની કંઠી એ આયુર્વેદની દ્રષ્ટિએ આઘ્યાત્મિક ગુણોવાળી વનસ્પતિ ગણવામાં આવે છે.

કંઠી કહે છે કે ‘હું પ્રભુના શરણાગતિ’નું પ્રતિક છું.

ગુરૂ જ્યારે દીક્ષા આપે ત્યારે જુના પાપો દોષ થાય ‘મંત્ર’ બોલે ત્યારે કંઠીમાં ઠાકોરજીનો વાસ થઈ જાય. એટલે જ કંઠીમાં ઠાકોરજી નિત્ય બિરાજે છે. તેને સામાન્ય માળા ન સમજવી. કંઠીમાં દિક્ષા દ્વારા પ્રભુનો આવીર્ભાવ થાય.
Share:

What is Club 99 ? | જાણો ક્લબ 99 શું છે ?

જાણો ક્લબ 99 શું છે ?


      એક રાજા એના મંત્રી જોડે વિહાર કરવા નીકળ્યા. રસ્તામાં એણે લીલુંછમ ખેતર જોયું  એ ખેતરના બીજા છેડે એક પરિવાર રહેતો હતો. પતિ-પત્ની અને એમના બે સંતાનો. અતિશય આનંદમાં તેઓ ગીતો ગાતા હતા. આમ-તેમ વિહાર કરી રહ્યા હતા અને એમના ચહેરાઓ ઉપર સૂર્ય સમું તેજ હતું. સુખ શું હોઈ શકે એ આ પરિવારને જોતા જ સમજાઇ જાય એમ હતું.

      રાજા ને અતિશય આશ્ચર્ય થયું. એણે મંત્રી ને સવાલ કર્યો, "હું આખા પ્રદેશનો રાજા છું! દોમ દોમ સાહ્યબી છે તેમ છતાં હૂં આ લોકો જેટલો ખુશ કેમ નથી?"
મંત્રી એ હસીને જવાબ આપ્યો, "એ લોકો 99 ક્લબના સભ્યો નથી અને તમે છો ને એટલે!!"
"99 ક્લબ? એ શું છે??" રાજા ને આશ્ચર્ય થયું. 
મંત્રી એ કહ્યું, "મને 99 સોના મહોર આપો અને આ પ્રશ્ન નો જવાબ હું એક મહિના પછી બસ આ જ જગ્યાએ આપીશ." રાજા આ મુત્સદિ જવાબથી ચિડાયો, પણ જવાબ જાણવાની ઉત્સુકતાએ એણે મંત્રીને 99 સોનામહોર આપી. મંત્રી એ એજ રાત્રે જઈને એ 99 સોનામહોર ભરેલી થેલી પેલા સુખી પરિવારની ઝુંપડી આગળ મૂકી દીધી.

     બીજે દિવસે સવારે જ્યારે પતિએ જાગીને દરવાજા પાસે જોયું તો એને પેલા મંત્રીએ મુકેલી થેલી મળી. એણે અંદર જઈને જોયું તો અંદર સોનામહોર દેખાઈ.
એના આનંદનો પાર ન રહ્યો. એ બધી જ સોનામહોર બહાર કાઢીને ગણવા લાગ્યો. એક,બે,ત્રણ,ચાર.....નવ્વાણું. કંઈક ભૂલ થઈ લાગતી હોય એમ એણે ફરીવાર ગણવાનું શરૂ કર્યું. ફરીથી આંકડો 99 નો આવ્યો. એણે એની પત્નીને બોલાવી અને કહ્યું, "તું આ સોનામહોર ગણ. એને ય આંકડો 99 નો જ આવ્યો."

     સહેજ હતાશ થઈને પતિએ મનોમન વિચાર કર્યો, "જો એક સોનામહોર હું મહેનત કરીને કમાઈ લઈશ તો અમારી પાસે પૂરા 100 સોનામહોર થઈ જશે." એ દિવસ રાત મહેનત કરવા લાગ્યો. ખેતરમાંથી પાક વધુ અને સારો થાય એને માટે અથાક પરિશ્રમ કરવા લાગ્યો.

     એવામાં એક દિવસ સાંજે ઘરે આવીને એણે સોનામહોર ગણ્યા......તો આંકડો 97 આવ્યો.
"આમાંથી બે સોનામહોર ઓછા કેમ થઈ ગયા?" એણે અતિશય ગુસ્સામાં કહ્યું.એની પત્ની એ અંદરથી જવાબ આપ્યો, "બે સોનામહોર માંથી હું ખરીદી કરી આવી! જુઓ આ ડ્રેસ ......કેવો લાગ્યો?" પતિનો પિત્તો ગયો, "તને બે સોનામહોર વાપરવાનું કોણે કહ્યું હતું? હું અહીં આટલી મહેનત કરીને એક સોનામહોર કમાવાની કોશિશ કરું છું અને તું બે વાપરી આવી?" "તમે તો સ્વભાવે જ કંજૂસ છો. ક્યારેય વાપરવાના તો હતા નહીં એટલે મેં જ એનો ઉપયોગ કર્યો", પત્નીએ છણકો કર્યો. એવામાં બીજે દિવસે એનો છોકરો એક સોનામહોર વેચીને નવી ઘડિયાળ લઈ આવ્યો. પેલો માણસ ફરી એની ઉપર ચિડાયો.

     સોનામહોર ઘટતી ગઈ......કંકાસ વધતો ગયો.

     બરાબર એક મહિને રાજા અને મંત્રી ફરી એ જ જગ્યા એ ઊભા રહીને જુએ છે તો પરિવારમાંથી સુખનું નામો નિશાન નહોતું. ચહેરા ઉપરની રોનક ઉડી ગઈ હતી. અતિશય ગંભીરતા ભર્યું વાતાવરણ હતું. એમ લાગતું હતું કે ગમે ત્યારે ઝઘડો ફાટી નીકળશે. રાજાને અતિશય નવાઈ લાગી. મંત્રી ને મંદ મંદ હસતા જોઈ એણે પૂછ્યું, "શું થયું આ લોકોને? સુખ ક્યાં ગયું?" મંત્રીએ હસીને જવાબ આપ્યો, "રાજન! હવે આ લોકો પણ 99 ક્લબ ના સભ્યો છે." "તમે આપેલી 99 સોનામહોર મેં એમના ઘરને દરવાજે મૂકી દીધી. અને એ 99 સોનામહોર ને 100 કેમ કરવી એની પળોજણમાં આ પરિવારનું સુખ હણાઈ ગયું."

     આપણામાંથી એવા ઘણા છે જેની પાસે 99 સોનામહોર પડેલી છે. પણ બીજી એક સોનામહોર કમાવાની માથાકૂટમાં એ 99 સોનામહોર એમને એમ પડી રહી છે.

     જે નથી મળ્યું એની પાછળ દોડવા કરતા જે મળ્યું છે એનો આનંદ માણતા જો આવડી જાય ને તો 99 ટકા મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે અને 99 સોનામહોર નો ભાર પણ માથે નહીં રહે!

Share:

Shree Gusaijina Sevak Kanabi | શ્રી ગુંસાઈજી ના સેવક કણબી ની વાર્તા...

શ્રી ગુંસાઈજી ના સેવક કણબી ની વાર્તા...


શ્રી ગુંસાઈજી ના સેવક આ કણબી વૈષ્ણવ ,ગુજરાત નો સંઘ જ્યારે શ્રી ગોકુલ યાત્રા એ ગયો હતો,ત્યારે તેની સાથે ગયા હતા.
તેમણે શ્રી ગુંસાઈજી ના દર્શન કર્યા અને શ્રી ગુંસાઈજી ના સેવક થયા. તેણે શ્રી ગુંસાઈજી ને વિનંતી કરી , કે કૃપા કરીને મને ગૌ સેવા  સોપો...
શ્રી ગુંસાઈજી એ કણબી ને ગાયો ની સેવા મા રાખ્યા અને તે તન- મન થી ગાયો નીસેવા કરવા લાગ્યા.વનમાં જઈ ને ગાયો દરોજ ચરાવતા, નવ ડાવતા , ચારો- પાણી કરતા ,કચરો પણ સાફ કરતા,,,,
કણબી ની ગાયો ની સેવા જોઈ ને શ્રી ગોવર્ધનનાથજી ઘણા પ્રસ્સન 
થયા,,કણબી ને શ્રી ગોવર્ધનનાથજી ખીરક માં દર્શન આપવા લાગ્યા,તેની સાથે ખેલવા લાગ્યા,ત્યાં છાક મંડળી કરતા ,
કણબી ને ગોપ- ગ્વાલ મંડળી માં બેસાડી ને પ્રસાદ પણ લેવડાવતા હતા. એ કણબી પ્રસાદ લેવાને જતા નહિ.દિવસ માં એકવાર શ્રી ગુંસાઈજી ના દર્શન કરવાને માટે જતા હતા.
: એક વખત શ્રી ગુંસાઈજી એ કણબી ને પૂછ્યું,.....પટેલ ,,,તમે રોજ પ્રસાદ ક્યાં લો છો કણબી એ હાથ જોડી ને કહ્યું ...શ્રીનાથજી બાવા રોજ ગોપ - ગ્વાલ ની મંડળી માં ભોજન કરવાને વનમાં પધારે છે ત્યાં તેઓ મને પ્રસાદ આપે છે ....તેથી હું પાતળ લેવાને આવતો નથી.આ જાણી ને શ્રી ગુંસાઈજી અત્યંત રાજી થયા....
તેથી તે વૈષ્ણવ કણબી ને શ્રી ગુંસાઈજી ની પાસે લઈ ગયા...
કહ્યું મહારાજ આ કણબી તો  આવું કહે છે....
શ્રી ગુંસાઈજી એ આજ્ઞા કરી,,,કે એણે પ્રભુ જી ને ઘાસ માં નાચતા જોયા તેથી એણે એમ કહ્યું.
તમને રાસ માં નાચવાનો અનુભવ થયો તેથી તમે એ પ્રમાણે કહ્યું,,,આમ તમારી બંને ની વાત સાચી છે,,શ્રી ગોવર્ધનનાથજી પોતાની ઈચ્છા જેવી હોઇ તેવા દર્શન આપે....
એ કણબી શ્રીનાથજી બાવા ની સાથે સખા ભાવે રહેતા હતા. 

સાર....
શ્રી ઠાકોરજી ભક્ત ને વસ હોય છે. શ્રી ઠાકોરજી ભક્તના જે મનોરથો હોય તે બધા પૂરા કરવા હંમેશા તત્પર રહે છે.ભક્ત ના ભાવ પ્રમાણે પ્રભુ જી લીલા ના દર્શન કરાવે છે.પ્રભુ ની લીલા એવી છે...... 
શ્રી ગોપાલદાસ જી એ ગાયું છે....

નિત્ય લીલા નિત્ય નોતમ શ્રુતિ ન પામે પાર.....

આ સત્ય છે .....
પરમ ભાગ્યશાળી ભગવદીયો ને તેનો અનુભવ થાય છે.  શ્રી ગુંસાઈજીએ બાર મહિને એક લાખ સોનામહોરોનું શ્રીનાથજી નો  ને ગ બાંધ્યો સેવાની સમગ્ર પ્રણાલિકા તૈયાર કરી શ્રીનાથજી ને સર્વ પ્રકારે સુખ થાય તેવો આપે પ્રબંધ કર્યો જે દિવસથી આપે આ પ્રકારે સેવાનો પ્રારંભ કર્યો તે દિવસની વાત છે શ્રી ગુંસાઈજી પોતાના સાથે બાળકો સાથે રાજભોગ પછી ભોજન કરવા બિરાજ્યા હતા આપે સખડી નો પહેલો ગ્રાસ લીધો સાંકડી માં ભાજીનું શાક આવેલું હતું પહેલા જ ગ્રાસ માં ભાજીના શાકમાં એક કઠણ તણખલુ આયુ તેથી શ્રી ગુંસાઈજીને ભારે ખેદ થયો અરે મારા પ્રભુ કેટલા  શું કોમલ છે તેમની પ્રસન્નતા માટે સેવાની પ્રણાલિકા બાંધી વૈભવયુક્ત નક્કી કર્યો જરૂરી પરીચારકોનો પ્રબંધ કર્યો અમારા પરિવારની હાજરી પણ સેવામાં સતત રહે છે છતાં પણ મારાથી પ્રભુનું સુખ તો કશું બનતું નથી આજે પહેલા દિવસે મહાપ્રસાદ ના પહેલા ગ્રાસ માં આવું કઠોર તણખલું આવ્યું મારા મોં અને જીભ ને પણ તે દુઃખદ લાગ્યો તો મારા સુકુમાર સ્વામીને તો કેટલો પરિશ્રમ થયો હશે જો આ રીતે મારા પ્રભુને પરિશ્રમ જ થવાનો હોય તો મારું જીવન  નિરર્થક છે આ ગ્લાનિ યુક્ત વિચારથી આપને એટલો બધો ખેદ થયો કે આપ તરત જ ભોજન કર્યા વિના ઉઠી ગયા આ જોઈને આપના સાથે બાળકો પણ ભોજન કર્યા વિના ઉઠી ગયા શ્રી ગુંસાઈજી બેઠક માં પધાર્યા સૌથી મોટા શ્રી ગિરિધરજી એ ડરતા ડરતા વિનંતી કરી કાકાજી અનાયાસે એવું શું થયું કે આ ભોજન છોડી દીધું શું અમારો કોઈ દોષ થયો છે શ્રી ગુંસાઈજી એ કહ્યું દોષ અમારો છે શ્રી નિકુંજ નાયક માટે આટલો મોટો  વૈભવ  વધાર્યો એ રાજશ ભાવને લઈને  શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન મારાથી ન થયો શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે પ્રભુની સેવા જાતે કરવી મે સેવકો પર ભરોસો રાખ્યો તેથી પ્રભુના મુખમાં ઘાસનું તણખલું તણખલુ આયુ ગોવર્ધન ભંડારમાંથી સફેદ ધોતી ઉપરણી મંગાવી  ગેરુઆ રંગમાં રંગી તેમને સૂકવો સૌ બાળકો વિસ્મય પામ્યા શ્રી ગિરધરજી વિચારવા લાગ્યા કાકાજીની આજ્ઞાનું કેવી રીતે ઉલ્લંઘન કરવું તેમણે ભંડારમાંથી ધોતી ઉપરણી ગેરુઆ રંગના જાતે જ રંગવા માંડો તે રંગમાં ભીંજવેલા વસ્ત્રને છત ઉપર સૂકવવાનું કાર્ય શ્રી ગિરિધરજી કરી રહ્યા હતા ત્યારે સાક્ષાત શ્રી નવનીત પ્રિયાજી પણ ત્યાં પધાર્યા આપના નાના-નાના શ્રી હસ્તમાં સફેદ જગુલી હતી આપે પોતે તે ગેરુઆ રંગના વાસણમાં મૂકી દીધી શ્રી ગિરિધરજી ને વધારે આશ્ચર્ય થયું શ્રી નવનીત પ્રિયાજી આજ્ઞા કરી ગોવર્ધન કાકાજી ના વસ્ત્રો ની સાથે મારી આ જ જગુલી પણ સૂકવી દેજો આટલું બોલી શ્રી નવનીત પ્રિયાજી અંતર્ધ્યાન થઈ ગયા શ્રી ગિરિધરજી નવનીતપ્રિયાજીની આજ્ઞાનું પાલન કર્યું શ્રી ગિરિધરજી ને ભારે દુઃખ થયું અરે રે શું શ્રી ગુંસાઈજી અને શ્રી નવનીત પ્રિયાજી બંને અમારો ત્યાગ કરશે અમારો તો કોઈ અપરાધ નથી છતાં અમે છત્ર વિહોણા બનીશું અમે કોના આશરે જીવીશું.

આમ શ્રી ગિરધરજી ભારે ખેદ કરતાં હતા ત્યાં મુખ્યાજી રામદાસ આવ્યા અને વિનંતી કરી રાજ મેં સાંભળ્યું કે આજ આપ સૌ ભોજન કર્યા વગર ઉઠી ગયા અમારસો અપરાધ થયો તે જાણવા આવ્યો છું છત ઉપર ગેરુઆ રંગના વસ્ત્રો સુકાતા જોયા આ બધું શું છે શ્રી ગિરધરજી રામદાસ ની બધી હકીકત કહી મહારાજ આપ જરાય ઉદ્વેગ ન કરશો આ તો બધી પ્રભુની લીલા છે પ્રભુ બધું સારું કરશે માનલીલા કઈ લાંબો સમય ન હોય હમણાં મન મિલાપ થશે આપ નિશ્ચિંતરહો રામદાસજી શ્રી ગુંસાઈજી પાસે ગયા હાથ જોડી વિનંતી કરી મહારાજ શ્રી ગિરધરજી પાસેથી બનેલી હકીકત જાણી અમે જીવો તો દોષપાત્ર છીએ અમારો સ્વભાવ  દ્રુષ્ટ છે તેથી તો લીલામાં અપરાધ થવાથી પૃથ્વી ઉપર ફળ ભોગવતાં હતા શ્રીમહાપ્રભુજીએ અને આપે અમારા ઉપર કૃપા કરી અમ જીવોને શરણે લીધા અમને સેવા સોંપી આ મારો હાથ પકડ્યો છે સેવા સ્નેહ નો વિષય છે આજે આ મારું અપરાધી પ્રભુને અને આપને પરિશ્રમ થયો છે અમે સેવામાં વધારે તત્પર રહેશે આપ અમને ક્ષમા કરો મહારાજ જો આપની ઇચ્છા સંન્યાસ જ લેવાની હોય તો આવતીકાલથી આપ મારી જગાએ બીજા સેવક નો પ્રબંધ કરી લેજો આપના વિના અમારાથી સેવા થશે નહીં આપના વડે અમારું જીવન ટકી રહ્યું છે આટલું કહેતાં કહેતાં રામદાસજી રડી પડ્યા રામદાસ ની આ વ્યથા જોઈ શ્રી ગુસાઇજી દ્રવિત થઈ ગયા ત્યાં શ્રી ગિરધરજી પર પધાર્યા તેમણે શ્રી નવનીત પ્રિયાજીનાં પણ સવિસ્તાર કહી આ બન્ને પ્રસંગો ને લીધે શ્રી ગુંસાઈજીએ સન્યાસ લેવા ના વિચારનો ત્યાગ કર્યો અને આજ્ઞા કરી કે શ્રીનાથજી તો કરુણાનિધાન છે આ માર પ્રભુના સુખનો માર્ગ છે ભોગ વૈભવ ના બાહ્ય પ્રદર્શનો માર્ગ નથી તેથી તમે સૌ આજથી શ્રીનાથજી ની સેવામાં વધારે તત્પર રહેજો પ્રભુને પરિશ્રમ ન થાય તે ખાસ જોજો.
શ્રી વલ્લભાધીશ કી જય
Share:
 
Blog News 24X7
Facebook Group · 22 members
Join Group